Wednesday, July 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે નજરૂદ્દીન બાદીની બિનહરીફ વરણી....

    વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે નજરૂદ્દીન બાદીની બિનહરીફ વરણી….

    વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ટર્મ માટેના પ્રમુખની પસંદગી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેરની તાલુકા શાળા નંબર ૩ ના આચાર્ય નજરૂદ્દીન ઉસ્માનભાઈ બાદીની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. મૂળ વાંકાનેરના કણકોટ ગામના વતની એવા નજરૂદ્દીનભાઈ બાદી અગાઉ પીપળીયા રાજ પેટા શાળા-૨ માં આચાર્ય કથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપી ચુક્યા હોય,

    અને હાલમાં તેઓ તાલુકા શાળા નંબર ૩ ના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં સક્રીયતા અને શિક્ષણ વિભાગ દ્વારા સોંપવામાં આવતી વિવિધ શૈક્ષણિક તથા પ્રશાસનિક કામગીરીઓમાં તેમની નિપુણતાને ધ્યાને રાખીને જ તાલુકાના તમામ શિક્ષકોએ બિનહરીફ પ્રમુખતરીકે તેમની પસંદગી કરી સંઘની કમાન સોંપી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!