વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે તીથવા ગામની સીમમાં કુબા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હોય દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, તીથવા ગામના કુબા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે આવેલા વડના ઝાડ નીચે કેટલાક શખ્સો એકઠા થઈને જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં મુનાભાઈ ખેરાભાઈ દંતેશરીયા, પરષોતમ સામતભાઈ વિરસોડીયા, શમ્ભુભાઈ રામજીભાઈ વિરસોડીયા, રોહિત દીપકભાઈ વજેવાડિયા અને વિજય કેશુભાઈ વીરસોડીયાને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૮,૩૦૦ન મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️