સમાજ માટે લાલબત્તી : ઝડપાયેલા કિશોરો અગાઉ ખૂન અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલા….

વાંકાનેર શહેરમાં બે દિવસ પુર્વે એક સિનિયર સિટીઝનને નિશાન બનાવી લૂંટ ચલાવનાર ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને વાંકાનેર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાઉ બાઈક, રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹૬૮,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગત ૨૦ જુલાઈના રોજ સાંજના આશરે ૪:૧૫ વાગ્યાના સુમારે મોરબીના વેલકમ પ્રાઇડમાં રહેતા હરીલાલ નાનજીભાઈ વિડજા (ઉ.વ. ૭૯) વાંકાનેરના જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ જઈ રહ્યા હોય દરમિયાન ત્રિપલ સવારી બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેમની પાસે રહેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને રેન્જ આઈજી ચીરાગ કોરડીયા, મોરબી એસપી મુકેશ પટેલ અને વાંકાનેર ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી ટીમ સક્રિય બની પીઆઈ પર્વતકુમારી આર. સોલંકી અને તેમની ટીમેતપાસ ચલાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથીટૂંક સમયમાં જ લૂંટનો ભેદ ઉકેલી લૂંટ ચલાવનાર કાયદાનાં સંઘર્ષમાં આવેલા ૩ બાળ કિશોરોને હસ્તગત કરી તેમની પાસેથી રોકડ રકમ ₹૩,૦૦૦, એક મોબાઈલ ફોન, ચોરાઉ CD Deluxe મોટરસાયકલ સહિત કુલ રૂ. ૬૮,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન ખૂલ્યું કે, આરોપીઓએ આ બાઈક ભાવનગરના ગારીયાધાર તાલુકાના ભમરીયા ગામ પાસેથી ચોરી કર્યું હતું. ચોરાઉ બાઈક પર શહેરી વિસ્તારમાં ફરીને તેઓ વૃદ્ધો કે વેપારીઓની રેકી કરતા અને સુમસામ જગ્યાએ ધાક-ધમકી આપીને લૂંટ ચલાવતા હતા.

ઝડપાયેલા બાળ કિશોરો અગાઉ પણ અતિ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક બાળ કિશોર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂન (મર્ડર) નો ગુનો નોંધાયેલ છે, જ્યારે બે બાળ કિશોરો સામે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયેલ છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરી PI પર્વતકુમારી આર. સોલંકી, PSI વી.કે. મહેશ્વરી, PSI એસ.એ. ભોચીયા, ASI ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વીરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રાણીંગભાઈ ખવડ, હિતેન્દ્રસિંહ ઝાલા, દર્શિતભાઈ વ્યાસ, ભરતભાઈ મકવાણા અને જગદીશભાઈ રંગપરા દ્વારા કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



