Tuesday, September 8, 2026
More
    Homeમુખ્ય સમાચારSGFI માર્શલ આર્ટ્સ સ્પર્ધાઓમાં સિંધાવદરની SMP હાઈસ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ પહોંચી....

    SGFI માર્શલ આર્ટ્સ સ્પર્ધાઓમાં સિંધાવદરની SMP હાઈસ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ પહોંચી….

    મોરબી જિલ્લા રમત-ગમત કચેરી અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક અને યુવા વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) 2026ની માર્શલ આર્ટ્સ સ્પર્ધાઓમાં વાંકાનેર તાલુકાની સિંધાવદર સ્થિત એસ. એમ. પી. હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર જિલ્લામાં વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે.

    મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં જુડો, કુસ્તી, કરાટે, ટેક્વાન્ડો, વુશુ અને કુરાશ જેવી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ઘીયાવડ ગામના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી ત્રણ દીકરીઓએ અદભુત રમતનું પ્રદર્શન કર્યું છે. સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચૌહાણ આકાશી અરવિંદભાઈ (અંડર-19, 40 કિ.ગ્રા. વર્ગ) જુડો, કુસ્તી, કરાટે, ટેક્વોન્ડો, વુશુ અને કુરાશ એમ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે, ચૌહાણ સેજલ સંજયભાઈ (અંડર-17, 40 કિ.ગ્રા. વર્ગ): કરાટે, કુસ્તી, કુરાશ અને વુશુમાં પ્રથમ ક્રમે, જુડોમાં દ્વિતીય ક્રમે તથા ટેક્વાન્ડોમાં તૃતીય ક્રમે

    તેમજ સાકરિયા કિરણ (અંડર-17, 45 કિ.ગ્રા. વર્ગ) કરાટે, કુસ્તી, કુરાશ અને વુશુમાં પ્રથમ ક્રમે તથા જુડો અને ટેક્વાન્ડોમાં દ્વિતીય ક્રમે વિજેતા બનતા આ ત્રણેય બહુપ્રતિભાશાળી ખેલાડીઓ હવે પોતે પ્રથમ ક્રમે વિજેતા થયેલ તમામ સ્પર્ધાઓમાં આગામી સમયમાં રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓને ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકા અને માર્શલ આર્ટ્સ કોચ સેન્સાઈ નમ્રતાબા પરમાર દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!