Friday, July 24, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબીમોરબી : NEET પેપર લીક મામલે કલેક્ટરને આવેદનપત્ર; JPC તપાસ અને પીડિત...

    મોરબી : NEET પેપર લીક મામલે કલેક્ટરને આવેદનપત્ર; JPC તપાસ અને પીડિત પરિવારો માટે રાહત પેકેજની માંગ…

    મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને ભારતીય યુવા વિદ્યાર્થી સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા મોરબી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને રૂબરૂ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્ર મારફતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને દેશના માનનીય પ્રધાનમંત્રી સમક્ષ NEET પરીક્ષા મામલે કડક કાર્યવાહી કરવાની નમ્ર અરજ કરવામાં આવી છે. આ સાથે જ NEET 2026ની પરીક્ષામાં થયેલા પેપર લીકની ઘટના અંગે સંસદીય JPC કમિશન તેમજ CBI કે NIA જેવી સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ દ્વારા ત્વરિત અને ઐતિહાસિક કડક કાનૂની તપાસ કરવામાં આવે તથા પેપર લીકની ઘટના બાદ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરનાર અંદાજિત 20 થી 22 વિદ્યાર્થીઓના પરિવારજનોને શ્રદ્ધાંજલિ સહ યોગ્ય રાહત (વળતર) પેકેજ આપવામાં આવે તેમજ આ દુર્ઘટના માટે જવાબદાર તમામ સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સામે સરકારી ધારાધોરણ અને બંધારણીય જોગવાઈઓ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!