Sunday, October 25, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં ગઢીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા ત્રિવિધ નિઃશુલ્ક સેવા કેમ્પ સંપન્ન, ૩૦૦થી...

    વાંકાનેરમાં ગઢીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા ત્રિવિધ નિઃશુલ્ક સેવા કેમ્પ સંપન્ન, ૩૦૦થી વધુ દર્દીઓએ લીધો લાભ….

    વાંકાનેર શહેરમાં જિનપરા ચોક સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી ગઢીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા માનવસેવાના ભાગરૂપે શનિવારે ત્રિવિધ નિઃશુલ્ક સેવા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાંથી આવેલા ૩૦૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ નિદાન તથા દવાઓનો લાભ મેળવ્યો હતો….

    કેમ્પમાં મોરબીની ખ્યાતનામ આયુષ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ ઉપસ્થિત રહી સેવા આપી હતી. જેમાં હાડકા તથા સાંધાના રોગોના નિષ્ણાત (ઓર્થોપેડિક), બાળરોગ નિષ્ણાત (પીડિયાટ્રિશિયન), યુરો સર્જન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ માટે જનરલ ફિઝિશિયન તેમજ એપેન્ડિક્સ અને સારણગાંઠ (હર્નિયા) સંબંધિત રોગો માટે જનરલ સર્જન દ્વારા દર્દીઓની સઘન તપાસ કરવામાં આવી હતી. દર્દીઓને તાત્કાલિક ચોક્કસ પરિણામ મળે તે માટે કેમ્પ સ્થળે જ આધુનિક એક્સ-રે મશીનની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ હતી અને તમામ દર્દીઓને પ્રાથમિક દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી….

    આ કેમ્પની સાથે સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવાના ઉદ્દેશથી આયુષ્માન કાર્ડ કાઢવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં સ્થળ પર જ ૫૦ જેટલા નાગરિકોને કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર તથા તાલુકાની વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ ખડેપગે રહી જહેમત ઉઠાવી હતી.

    આ ભગીરથ સેવાયજ્ઞમાં સેવા આપનારા તમામ સંસ્થાઓના સ્વયંસેવકો અને વ્યવસ્થાપકો માટે ભોજન-પ્રસાદની સમગ્ર જવાબદારી પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર દ્વારા સંભાળવામાં આવી હતી. આ ઉમદા કાર્ય બદલ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ શૈલેષભાઈ ઠક્કરનું વિશેષ સન્માન કર્યું હતું. આ સાથે જ દર્દીઓની સારવાર કરનાર તમામ તબીબોને પણ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!