Saturday, July 25, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મકતાનપર ગામની સીમમાંથી શ્રમિકની લાશ મળી આવી, પોલીસ તપાસ શરૂ...

    વાંકાનેરના મકતાનપર ગામની સીમમાંથી શ્રમિકની લાશ મળી આવી, પોલીસ તપાસ શરૂ…

    વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં ખાણ તરફ જતા રસ્તે પાણી ભરાયેલા ખાડામાંથી એક પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મકતાનપર ગામ પાછળ આવેલ ગોવિંદભાઇ આહીરની બેલાની ખાણમાં રહીને કામ કરતા સુરેશકુમાર રાજારામ ગૌતમ (ઉ.વ. ૪૦) નામના શ્રમિકનો મૃતદેહ સીમ વિસ્તારમાં ખાણના રસ્તે આવેલ એકાદ ફૂટ જેટલા પાણી ભરાયેલા ખાડામાંથી મળી આવ્યો હતો.
    કોઈ અગમ્ય કારણોસર શ્રમિકનો મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસને જાણ કરાતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડીને યુવકના મોતનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!