
મોરબી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના પગલારૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો અને વિદ્યાર્થીઓને રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે…
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાલીઓ અને નાગરિકોને હવામાન વિભાગની આગાહી ધ્યાને રાખી જરૂરી સાવચેતી રાખવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t








