Sunday, October 25, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જીનપરા ખાતે ક્રિષ્ના ગરબી મંડળ દ્વારા બાળાઓને લાણી વિતરણ કરાઈ....

    વાંકાનેરના જીનપરા ખાતે ક્રિષ્ના ગરબી મંડળ દ્વારા બાળાઓને લાણી વિતરણ કરાઈ….

    વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ શ્રી ક્રિષ્ના ગરબી મંડળ ખાતે શરદ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગરબી મંડળની બાળાઓ માટે ભવ્ય લાણી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરતી બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું….

    આ પ્રસંગે શ્રી ક્રિષ્ના ગરબી મંડળના સંચાલક રમેશભાઈ બી. મકવાણા તરફથી ગરબીની પ્રત્યેક બાળાને વિશેષ રૂપે સોનાના દાણા અને ચાંદીના સિક્કા લાણીમાં ભેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગરબી મંડળના સભ્યો તેમજ માતાજીના ભાવિક ભક્તો દ્વારા પણ બાળાઓને ઉત્સાહભેર વિવિધ ભેટો અર્પણ કરવામાં આવી હતી, જેથી દરેક બાળાને કુલ ૩૬ પ્રકારની વિવિધ વસ્તુઓની ભવ્ય લાણી પ્રાપ્ત થઈ હતી…

    આ ધાર્મિક ઉત્સવમાં રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ પણ વિશેષ ઉપસ્થિત રહી ગરબીની બાળાઓને લાણી અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલક રમેશભાઈ બી. મકવાણાની આગેવાની હેઠળ પરેશભાઈ ગોદળકા, રહિમભાઈ ખોખર, રવીભાઈ, આશિષભાઈ બારોટ, જીગરભાઈ, કાનાભાઈ, પવનભાઈ મકવાણા, વરૂણભાઈ મકવાણા, ટિન્કુભાઈ તથા વિજયભાઈ સહિત ગરબી મંડળના તમામ નાના-મોટા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!