
વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ટર્મ માટેના પ્રમુખની પસંદગી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેરની તાલુકા શાળા નંબર ૩ ના આચાર્ય નજરૂદ્દીન ઉસ્માનભાઈ બાદીની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. મૂળ વાંકાનેરના કણકોટ ગામના વતની એવા નજરૂદ્દીનભાઈ બાદી અગાઉ પીપળીયા રાજ પેટા શાળા-૨ માં આચાર્ય કથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપી ચુક્યા હોય,


અને હાલમાં તેઓ તાલુકા શાળા નંબર ૩ ના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં સક્રીયતા અને શિક્ષણ વિભાગ દ્વારા સોંપવામાં આવતી વિવિધ શૈક્ષણિક તથા પ્રશાસનિક કામગીરીઓમાં તેમની નિપુણતાને ધ્યાને રાખીને જ તાલુકાના તમામ શિક્ષકોએ બિનહરીફ પ્રમુખતરીકે તેમની પસંદગી કરી સંઘની કમાન સોંપી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


