વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક પાધરવાળી ખાણ પાસે રાતાવિરડા ગામ જવાના રસ્તા પર એક ટ્રક ડ્રાઇવરે આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના રાહદારીને હડફેટે લેતા શરીરે ગંભીર ઈજાથી અજાણ્યા પુરુષનું મોત થયું હોય, જેમાં મૃતકના વાલી-વારસ ન મળતા આ બિનવારશી લાશની ઓળખ માટે પોલીસે તજવીજ શરૂ કરી છે….
આ બનાવમાં મૃતક શરીરે પાતળો બાંધો માથાના વાળ કાળા તથા ચહેરો લંબગોળ શરીરને લાલ કલરનો ચેક્સ વાળો આખી બાયનો શર્ટ પહેરેલ છે તથા નીચે કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ હોય અને ગળામાં સફેદ સુતરનો ધાર્મિક દોરો પહેરેલ છે. મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ.એ. ભરગાનો મો. ૭૬૨૧૯૫૮૧૫૬ પર અથવા વાંકાનેર તાલુકા પોલીસનો મો. ૬૩૫૯૬૨૬૦૮૬ પર સંપર્ક કરવા જણાવાયું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA