Thursday, October 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ઓર્ડર મુજબનો ફૂલહાર પસંદ ન આવતા વેપારી પર ૪ શખ્સોનો...

    વાંકાનેર : ઓર્ડર મુજબનો ફૂલહાર પસંદ ન આવતા વેપારી પર ૪ શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર શહેરના પુલદરવાજા માર્કેટ ચોકમાં ફૂલહારનો વેપાર કરતા એક યુવાન પર ગ્રાહકે ઓર્ડર મુજબનો હાર પસંદ ન આવતા અને સફેદ ફૂલનો હાર ઉપલબ્ધ ન હોવાની નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં ગ્રાહકે પોતાના સગાસંબંધીઓ સાથે મળીને વેપારીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે ભોગ બનનાર વેપારીએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે….

    પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરમાં રહેતા અને પુલદરવાજા માર્કેટ ચોકમાં ફૂલહારનો વ્યવસાય કરતા વિવેકભાઈ વિનોદભાઈ કુણપરા (ઉ.વ.૨૭) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી મુન્નાભાઈ કારીયા, તેના પુત્ર દેવભાઇ મુન્નાભાઈ, શનીભાઈ દીલીપભાઈ અને ધનાભાઈ કારીયા (તમામ રહે. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી મુન્નાભાઈએ અગાઉ વેપારી વિવેકભાઈને ફૂલનો હાર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેઓ હાર લેવા આવ્યા ત્યારે તેમને ઓર્ડર મુજબ બનાવેલો હાર પસંદ આવ્યો ન હતો. દુકાનદારે સફેદ ફૂલનો હાર હાલમાં ઉપલબ્ધ ન હોવાનું જણાવતા મુન્નાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે તૈયાર કરાવેલો હાર ખરીદવાનો ઇનકાર કરી વેપારીને રૂ. ૧૦૦/- નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું…

    વાત આટલેથી ન અટકતા, ઉશ્કેરાયેલા મુન્નાભાઈએ વેપારી વિવેકભાઈને બેફામ ગાળો ભાંડી ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. આ રકઝક દરમિયાન અન્ય આરોપીઓ (સગાસંબંધીઓ) પણ પાછળથી ત્યાં ધસી આવ્યા હતા અને જાહેરમાં દુકાનદારને બેફામ ગાળો આપી, શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે વેપારી વિવેકભાઈની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!