Friday, October 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : વાલાસણ, પીપળીયારાજ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ જ્યોતિ યોજના હેઠળ...

    વાંકાનેર : વાલાસણ, પીપળીયારાજ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ જ્યોતિ યોજના હેઠળ લોડ સેટિંગના બહાને વારંવાર વીજકાપથી ગ્રામજનોમાં ભારે રોષ….

    વાંકાનેર તાલુકાના વાલાસણ, પીપળીયા રાજ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ‘ગ્રામ જ્યોતિ યોજના’ હેઠળ લોડ સેટિંગના નામે થઈ રહેલા અઘોષિત વીજકાપથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં દિવસમાં ૪ થી ૫ વખત વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી લોકોના રોજિંદા જીવન પર તેની અસર પડી રહી છે, જેને લઈને સ્થાનિક લોકોએ તંત્ર સામે ફરિયાદ કરી છે….

    આ મામલે સ્થાનિક વાલાસણ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત સદસ્ય હુસેનભાઈ શેરસીયા, જીલ્લા પંચાયત સદસ્ય મહેબૂબભાઈ કડીવાર સહિકનાઓ દ્વારા આજરોજ વાંકાનેર પીજીવીસીએલ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં લોડ સેટિંગના નામે વિજ વિભાગ દ્વારા વારંવાર લાઈટ કાપી નાખવામાં આવતી હોય, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ મામલે પીજીવીસીએલ તંત્ર દ્વારા વિસ્તારમાં વીજ પુરવઠો નિયમિત અને સતત મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!