વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ ખાતે આવેલ મોહંમદી લોકશાળા ખાતે આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ તકે વાંકાનેર પ્રાંત અધિકારી વી. ડી. સાકરીયા, ધી પીર કાસિમઅલી અંજુમને મોમીન ટ્રસ્ટના પ્રમુખ શકીલએહમદ પીરજાદા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓની હાજરીમાં ધોરણ 9 અને 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો…
આ તકે ઉપસ્થિત મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 12 પછીના અભ્યાસ અંગે યોગ્ય માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ વિશે સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા પ્રેરણા આપી હતી….