અત્યાધુનિક સુવિધાઓ સભર નવી હોસ્પિટલ આજથી કાર્યરત…: વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર તેમજ ક્રિટીકલ કેર સેવા સાથે સુવિધામાં વધારો….
વાંકાનેર શહેરના કુંભારપરા ચોક નજીક ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર અને સુવિધામાં વધારો થઇ શકે તે માટે વિશાળ અત્યાધુનિક સુવિધાસભર રાજવીર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જે નવા બિલ્ડીંગ ખાતે આજરોજ શુક્રવારથી ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા પોતાની આરોગ્ય સેવા શરૂ કરવામાં આવી છે….
હવેથી રાજવીર હોસ્પિટલ ખાતે વાંકાનેર પંથકના દર્દીઓને દરેક પ્રકારના હૃદયરોગ, મગજની બિમારીઓ, શ્વાસની બિમારીઓ, લિવર અને કિડનીને લગતી બિમારીઓ સહિત ૨૪ × ૭ આઇસીયુ સાથે ઇમરજન્સી ક્રિટીકલ કેર સેવાનો વિશેષ લાભ મળી રહેશે….