Tuesday, June 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં રેન્જ આઇજીની ટીમનો દરોડો : વઘાસીયા નજીકથી ખોટી નંબર પ્લેટવાળા...

    વાંકાનેર પંથકમાં રેન્જ આઇજીની ટીમનો દરોડો : વઘાસીયા નજીકથી ખોટી નંબર પ્લેટવાળા બુલેટ સાથે એક ઝડપાયો….

    રાજકોટ રેન્જ પોલીસ ટીમ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેતરપિંડીના ઇરાદે પોતાના બુલેટ પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે, આશ્ચર્યની વાત એ છે કે ઝડપાયેલો આ આરોપી અગાઉ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા વાંકાનેરના વઘાસીયા ‘બોગસ ટોલનાકા’ કૌભાંડમાં પણ પકડાઈ ચૂક્યો છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (ડીઆઇજી) નિર્લિપ્ત રાય દ્વારા તાબાના જિલ્લાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા અને કાયદાનો ભંગ કરતા ઈસમો પર તવાઈ બોલાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હોય, જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એન. મોરી, બી. સી. મીયાત્રા અને સી.એમ. કાંટેલિયા તેમજ તેમનો સ્ટાફ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આવા ગુનેગારોને શોધવા કાર્યરત હતો….

    તપાસ દરમિયાન પીએસઆઇ બી. સી. મીયાત્રા અને તેમના સ્ટાફના અનિરુદ્ધસિંહ જાડેજા, વકારભાઈ અરબ તથા ડ્રાઇવર સતીષભાઈને ખાનગી રાહે બાતમી મળી હોય જેના આધારે વાંકાનેર-મોરબી હાઇવે પર વઘાસિયા ગામ નજીક આવેલી આઇમાતા હોટલના મેદાનમાં પોલીસે દરોડો પાડીને આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા (રહે. જુના વઘાસિયા, તા. વાંકાનેર) ને ઝડપી લીધો હતો.

    પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી પાસે રહેલા બુલેટ મોટરસાયકલનો અસલી નંબર GJ-01-UE-9888 છે, તેમ છતાં તેણે બુલેટ પર GJ-01-UD-9 ની ખોટી (બોગસ) નંબર પ્લેટ બનાવીને લગાવી હતી અને તેને ખરા નંબર તરીકે ઉપયોગમાં લેતો હતો. આ મામલે પોલીસ દ્વારા આરોપી સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૫૨૪/૨૦૨૬ મુજબ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩) અને ૩૪૦(૨) હેઠળ કડક ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે…

    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેન્જ આઈજીની ટીમની સમગ્ર પંથકમાં સક્રિયતા અને અવારનવાર ધામા નાખી દરોડાના પગલે વાંકાનેર વિસ્તારમાં ચાલતી વિવિધ ગુનાહીત પ્રવૃત્તિઓ પર અંકુશ મુકાયો છે, માટે આ જ રીતે સ્થાનિક પોલીસ પણ સક્રિય બને તો સમગ્ર પંથક ક્રાઇમ મુક્ત બની શકે તેમ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!