
વાંકાનેર તાલુકાના અમરસર ગામે રસ્તામાં આંતરીને એક મહિલા અને તેના પતિ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે પતિ-પત્ની સહિત બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના અમરસર ગામે રહેતા રંજનબેન જક્શીભાઇ જખાનીયા (ઉ.વ.૪૦) એ વાંકાનેર સીટી પોલીસમાં તેમના પાડોશી રૂખડભાઇ મગનભાઇ માણસુરીયા અને તેમની પત્ની તેજલબેન રૂખડભાઇ માણસુરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, રંજનબેન અને તેમનો દીકરો જમવાનું લઈને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હોય ત્યારે રસ્તામાં રૂખડભાઇ અને તેજલબેને તેમને આંતરી “તું મારી પત્ની સાથે કેમ ઝઘડો કરે છે ?” તેમ કહી બોલાચાલી કરી લોખંડના પાઇપ વડે દંપતિને માર મારતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





