Friday, July 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ગુંદાખડા-સરોડી રોડ પર બે બાઈક સામસામે અથડાતાં સગીર ઈજાગ્રસ્ત....

    વાંકાનેરના ગુંદાખડા-સરોડી રોડ પર બે બાઈક સામસામે અથડાતાં સગીર ઈજાગ્રસ્ત….

    વાંકાનેર તાલુકાના ગુંદાખડાથી સરોડી ગામ જવાના માર્ગ પર સાંજના સમયે સ્કૂલેથી પરત ફરી રહેલા સગીરના બાઈક સાથે સામેથી આવતા અન્ય બાઈકે ટક્કર મારતાં સગીરને ઈજાઓ પહોંચી છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના નાળિયેરી ગામે રહેતો સગીર વયનો વિદ્યાર્થી સરોડી ખાતે આવેલી સ્કૂલેથી સાંજના સમયે તે પોતાનું બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યો હોય દરમિયાન વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાં સામેથી પુરઝડપેઆવતા GJ-36-AK-3431 નંબરના બાઈક ચાલકે સગીરના બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો.

    આ અકસ્માતમાં સગીરને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેથી આ ઘટના અંગે ઈજાગ્રસ્ત સગીરના કાકા પ્રભાતભાઈ ભોજાભાઈ રાઠોડ (રહે. નાળિયેરી, તા. ચોટીલા) દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સામેવાળા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!