Friday, July 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ઢુવા ગામે ઘરફોડ ચોરી : સગા દિયરે ભાભીના બંધ મકાનમાંથી વાસણો...

    વાંકાનેરના ઢુવા ગામે ઘરફોડ ચોરી : સગા દિયરે ભાભીના બંધ મકાનમાંથી વાસણો ચોર્યા….!

    વાંકાનેર તાલુકાના ઢુવા ગામે કળિયુગના સગા-સંબંધીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગા દિયરે જ પોતાની ભાભીના બંધ મકાનનું તાળું તોડી રૂ. ૭૦,૦૦૦ ની કિંમતના પિત્તળના કિંમતી વાસણોની ચોરી કરી છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ વાંકાનેરના ઢુવા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્થાયી થયેલા મીનાબેન હદાભાઈ સાગઠીયાનું સાસરી પક્ષનું મકાન વાંકાનેરના ઢુવા ગામે આવેલું છે, જે બંધ હાલતમાં હતું. ત્યારે મીનાબેનના સગા દિયર દિલીપભાઈ (દીપકભાઈ) પાલાભાઈ સાગઠીયાએ આ બંધ મકાનનો લાભ ઉઠાવી, મકાનનું લોક તોડી ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશી ઓરડામાં રાખેલા પિત્તળ અને તાંબાના વાસણો (જેની અંદાજિત કિંમત ₹૭૦,૦૦૦) ચોરીને નાસી છૂટ્યો હતો…

    આ ચોરી અંગે મીનાબેને વાંકાનેર તાલુકા પોલીસ મથકે આરોપી દિયર વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી, આરોપીને ઝડપી પાડવા અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!