Friday, July 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં ત્રણ અલગ-અલગ દરોડામાં વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયાં, સપ્લાયરો સહિત...

    વાંકાનેર પંથકમાં ત્રણ અલગ-અલગ દરોડામાં વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયાં, સપ્લાયરો સહિત છ સામે ગુનો નોંધાયો…

    વાંકાનેર પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન અલગ-અલગ ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે ૩ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે દારૂ સપ્લાય કરનાર અન્ય ૩ ઇસમોના નામ ખુલતા કુલ ૬ લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    માટેલ-વિરપર રોડ પરથી ૧૪ બોટલ દારૂ સાથે એક પકડાયો…

    વાંકાનેરના માટેલ-વિરપર રોડ પરથી પસાર થઈ રહેલા આરોપી સતિષ રમેશભાઈ અબાસણીયા (રહે. રાતાવિરડા) ને પોલીસે અટકાવી તલાશી લેતા પ્લાસ્ટિકના બાચકામાંથી ₹૯,૬૦૪ ની કિંમતની ૧૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો મુકેશ (રહે. જામસર) આપી ગયો હોવાની કબૂલાત મળતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે…

    અરણીટીંબા રોડ પરથી નશાની હાલતમાં બાઈક ચાલક ઝબ્બે…

    વાંકાનેરના અરણીટીંબા ગામના બોર્ડથી ગામ તરફ જવાના રસ્તેથી પોલીસે આરોપી વિભાભાઈ રૂપાભાઈ જખાનીયા (રહે. સિંધાવદર) ને નશાની હાલતમાં બાઈક સાથે અટકાવ્યો હતો. તેની પાસેથી ₹૮૫૦ ની કિંમતના ૫ નંગ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા. દારૂના આ જથ્થા અંગે પૂછપરછ કરતા આ ચપલા ભરતસિંહ દરબાર (રહે. અરણીટીંબા) આપી ગયો હોવાનું ખુલતા પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    પાડધરા ચોકડી નજીકથી ૪૮ નંગ દારૂના ચપલા જપ્ત…

    વાંકાનેરની પાડધરા ચોકડીથી મકતાનપર તરફ જવાના રસ્તેથી પોલીસે અક્ષયભાઈ જગદીશભાઈ કુણપરા (રહે. પલાસ) ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ₹૪,૮૦૦ ની કિંમતના ૪૮ નંગ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીની કડક પૂછપરછમાં આ જથ્થો મુકેશ મનસુખભાઈ દંતેસરીયા (રહે. જામસર) આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને ઇસમો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર પોલીસે ત્રણેય દરોડામાં મળીને કુલ ₹૧૫,૨૫૪ નો મુદામાલ જપ્ત કરી, દારૂ વેચનારા અને સપ્લાય કરનારા તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!