
વાંકાનેર સીટી પોલીસ ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ચંદ્રપુર ગામની સીમમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તમામ આરોપીઓની અટકાયત કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગતરાત્રીના ચંદ્રપુર ગામની સીમમાં આવેલ જુનેજ અમીભાઇ પીંડારની વાડીના શેઢે જુગારનો દરોડો પાડી જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા ૧). અજમલભાઇ મામદભાઇ પીંડાર, ૨). રફીકભાઇ ઉસ્માનભાઇ બાદી, ૩). મયુદીનભાઇ અબ્દુલભાઇ પીંડાર, ૪). જુનેજભાઇ અમીભાઇ પીંડાર અને ૫). ઇસ્માઇલભાઇ અલીભાઇ કડીવાર (રહે. બધા ચંદ્રપુર)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૪,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





