
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એક પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ શારીરિક ત્રાસ આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે, જેમાં બાળકોને પિયરમાં રાખવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ ઉશ્કેરાઈને પત્નીને માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મોરબીના જાંબુડીયાના વતની અને હાલ વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતા ફરિયાદી ઇલાબેન કિશોરભાઈ વઘોરા(ઉ.વ. ૩૨)એ વાંકાનેર તાલુકા પોલીસમાં પોતાના પતિ કિશોરભાઈ રામજીભાઈ વઘોરા (રહે. ડી/૫ ધર્મ સિદ્ધિ સોસાયટી, જાંબુડીયા, તા. જી. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ઇલાબેન પોતાના માવતરે (પિયર) હોય, ત્યારે બાળકોને સાથે રાખવા બાબતે આરોપી પતિ ત્યાં જઈને ઉગ્ર બોલાચાલી કરી આવેશમાં આવી જઈને પત્ની ઇલાબેનને શરીરે તથા પેટના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ મામલે આરોપી પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




