Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલ નજીક રિક્ષા ચાલકે હડફેટે લેતા લારી/રેકડી ચાલક ઇજાગ્રસ્ત...

    વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલ નજીક રિક્ષા ચાલકે હડફેટે લેતા લારી/રેકડી ચાલક ઇજાગ્રસ્ત…

    વાંકાનેર શહેરની અમરસિંહજી સ્કુલ સામેથી પોતાની ડુંગરી-બટાટાની લારી/રેકડી લઈને પસાર થતા એક યુવાનને સીએનજી રીક્ષાના ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં લારી ચાલક યુવાનને ઈજા પહોંચી હતી, જેથી તેણે આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક પુલના છેડે રહેતા ભુપતભાઈ વિજુભાઈ કુંઢીયા ગત તા. 4 ના રોજ વાંકાનેર શહેરની અમરસિંહજી સ્કુલ સામેથી પોતાની ડુંગરી-બટાટાની લારી લઈને પસાર થતા હોય ત્યારે ત્યાંથી પસાર થતા એક સીએનજી રીક્ષા નં. GJ 36 W 0093 ના ચાલકે પોતાની રીક્ષા પુર ઝડપે ચલાવી ભૂપતભાઈને પાછળથી હડફેટે લેતા તેને ઇજાઓ પહોંચી હતી, જેથી યુવાને આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!