
વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલી રોલસ્ટાર સિરામિક ફેક્ટરીની ઓફિસમાંથી ગતરાત્રીના અચાનક કોઈ કારણોસર આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં જોતજતામા આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલીર આજુબાજુના વિસ્તારમાંથી ફાયર વિભાગની ટીમોને મદદ લેવાઈ હતી, જેમની ભારે જહેમત બાદ અંતે સાત કલાક કરતા વધારેની મથામણના બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીવાયો છે…


મોડી સાંજના ફેક્ટરી ઓફિસ બિલ્ડિંગમાં આગ લાગતા આખી રાત ચાલેલા સતત પાણીના મારા બાદ વહેલી સવારે ૫ વાગ્યે આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે. આગનું સ્વરૂપ ભયાનક હોવાથી તેને ઓલવવા માટે કુલ ૭ ફાયર ફાઈટર ટીમો કામે લાગી હતી. જેમાં મોરબીની ૫, રાજકોટની ૧ અને વાંકાનેરની ૧ ફાયર ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t
https://t.me/RESEARCHSULTANSEBI



