વાંકાનેરના તીથવા ગામ ખાતે માતાજીના જમણવારના પ્રસંગમાં આમંત્રણ આપવા બાબતે મારમારી થતાં આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા અને ગોવિંદભાઈ કાનાભાઇ આઘારા (રહે. બંને કુબા વિસ્તાર, તિથવા) વિરૂદ્ધ આઇપીસી કલમ 323, 325, 326, 504, 506(2), 114, જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હોય, જે બનાવમાં બંને આરોપીઓ પોતાના વકીલ મારફતે મોરબી સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતાં,
નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી શરતોને આધીન બંને આરોપીના જામીન મંજુર કર્યા હતા. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે વાંકાનેર બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, વિવેક વરસડા, ભગીરથસિંહ જાડેજા તથા વિજય બાંભવા સહિતના રોકાયા હતા…