વાંકાનેર વિસ્તારમાંથી સીટી તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા મિલપ્લોટ તથા સરતાનપર રોડ પર ત્રણ અલગ અલગ સ્થળોએ વરલી મટકાના જુગાર રમી રમાડતા ત્રણ ત્રણ અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નરેશ પ્રેમજીભાઈ બાવળિયા (રહે. ડબલ ચાલી, મિલપ્લોટ)ને રોકડ રકમ રૂ. 10,370 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો….
આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે અન્ય બે દરોડામાં સરતાનપર રોડ પરથી આરોપી દશરથ તલાભાઈ સનુરાને રોકડ રકમ રૂ. 560 તથા સરતાનપર ગામ નજીકથી આરોપી લક્ષ્મણ રાજુભાઇ સાદરિયાને રોકડ રકમ રૂ. 540 ના મુદ્દામાલ સાથે વરલી મટકાના જુગાર રમી રમાડતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm