
વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રખડતું અને ભટકતું જીવન ગુજારતા એક અજાણ્યા વૃદ્ધનું હાર્ટ એટેક આવવાથી કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર આશરે ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરનો એક અજાણ્યો પુરુષ, જે ભિક્ષુક જેવું રખડતું-ભટકતું જીવન ગુજારતો હોય, તે વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં આવેલી જીવાબેન ટીડાભાઇ સાવડીયાની ખેતીની વાડીમાં હાજર હોય ત્યારે અચાનક વૃદ્ધની તબિયત લથડી હતી અને તેમને શરીરે ભારે પરસેવો વળવા લાગ્યો હતો. જે બાદ ગણતરીની મિનિટોમાં જ તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, તેમને તીવ્ર હાર્ટ એટેકનો હુમલો આવતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





