Sunday, May 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ તથા ભાજપ દ્વારા ઉમેદવારી...

    વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ તથા ભાજપ દ્વારા ઉમેદવારી નોંધાવાઇ, બહુમતીથી કોંગ્રેસનું પલડું ભારે….

    વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આવતીકાલે યોજાનારી આ મહત્વની ચૂંટણી માટે આજરોજ ફોર્મ ભરવાના દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ પોતાના ફોર્મ સત્તાવાર રીતે રજૂ કરી દીધા છે, જેમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી કોઠી બેઠકના સદસ્ય ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયાએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે તેમની સામે ભાજપ તરફથી ખખાણા બેઠકના સદસ્ય દિપકભાઈ જીણાભાઈ ગોધાણીએ ફોર્મ રજૂ કર્યું છે….

    આ સાથે જ ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી પંચાસીયા બેઠકના સદસ્ય ઈરફાન હુસેનભાઇ ચૌધરી મેદાનમાં છે, જેમના મુકાબલે ભાજપ તરફથી ઢુવા બેઠકના સદસ્ય પુજાબા ઈન્દ્રજીતસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આવતીકાલે બપોરે ૧૨:૦૦ વાગ્યે વાંકાનેર તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે ખાસ સામાન્ય સભા મળશે, જેમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.‌..

    વાંકાનેર તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો છે. હાલની સ્થિતિએ પક્ષવાર બળાબળમાં કોંગ્રેસ પાસે ૧૫ બેઠકો, ભાજપ પાસે ૮ બેઠકો અને એક બેઠક અપક્ષ પાસે છે. આંકડાકીય સમીકરણો પર નજર કરીએ તો, કોંગ્રેસ પાસે ૧૫ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી છે. આથી, આવતીકાલની ચૂંટણીમાં કોંગ્રેસનું પલડું ભારે હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પૂરતું સંખ્યાબળ હોવાને કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!