Sunday, May 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરને મળી વધુ એક શૈક્ષણિક ભેટ : ચંદ્રપુર ખાતે મોહંમદી આર્ટસ એન્ડ...

    વાંકાનેરને મળી વધુ એક શૈક્ષણિક ભેટ : ચંદ્રપુર ખાતે મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નવા વર્ષથી બી.એ.ના અભ્યાસક્રમને મંજૂરી….

    વાંકાનેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે કાર્યરત મોહંમદી લોકશાળામાં નવી મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને મંજૂરી બાદ નવા શૈક્ષણિક વર્ષથી બી.એ. (બેચલર ઓફ આર્ટસ) ના નવા અભ્યાસક્રમ માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી શૈક્ષણિક સત્ર જૂન-૨૦૨૬થી મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-ચંદ્રપુરમાં કલા શાખા (આર્ટસ) ના સ્વનિર્ભર (Self-financed) અભ્યાસક્રમની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ મુખ્ય વિષયો તરીકે અંગ્રેજી, ગુજરાતી અને ઈતિહાસ સાથે પોતાનું ગ્રેજ્યુએશન (સ્નાતક કક્ષાનો અભ્યાસ) પૂર્ણ કરી શકશે. આ મંજૂરી મળવાથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા સ્થાનિક વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે શહેરોમાં દૂર સુધી જવું નહીં પડે…

    નવા શૈક્ષણિક સત્ર માટેની પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર રીતે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ આ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. વાંકાનેરમાં વધુ એક કોલેજને મંજૂરી મળતા પંથકમાં શિક્ષણની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને શિક્ષણપ્રેમી જનતા, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!