વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતી મહિલા રાત્રીના સમયે પોતાના ઘર પાસે બેઠેલ હોય, ત્યારે એક ઇસમ શેરીમાં બાઇક લઇને ત્રણથી ચાર વખત આંટાફેરા કરી સીન સપાટા કરતો હોય જેને શેરીમાં ન આવવા જણાવતા યુવકે મહિલા સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઇ જઇ પાઇપ ફટકારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા ફરિયાદી જયાબેન સવજીભાઈ ડેડાણીયા (ઉ.વ. ૫૦) પોતાના ઘર પાસે રાત્રીના સમયે શેરીમાં બેઠા હોય, ત્યારે આ જ ગામના આરોપી સાગર કેશુભાઈ દેત્રોજા નામનો યુવાન વારંવાર શેરીમાંથી બાઈક લઈને નીકળી સીન સપાટા કરતો હોય, જેને અટકાવી શેરીમાં બાઈક લઈને ન આવવાનું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ મહિલા સાથે બોલાચાલી કરી, ગાળાગાળી અને ઝપાઝપી કરી પાઇપ ફટકારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે મહિલાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm