
વાંકાનેર પંથકમાં વિવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહેતા મારવેલ ગ્રુપ દ્વારા વધુ એક પ્રશંસનીય અને લાગણીસભર કદમ ઉઠાવવામાં આવ્યું છે, જેમાં વર્ષ ૨૦૨૬ દરમિયાન પિતા વિહોણી (અનાથ) સાત મોમીન દીકરીઓના લગ્ન પ્રસંગે તેમના માવતર બનીને ગ્રુપ દ્વારા અંદાજિત રૂ. ૪,૯૦,૦૦૦ ની કિંમતની જરૂરી કરિયાવરની વસ્તુઓ પૂર્ણ સન્માન સાથે અર્પણ કરવામાં આવી હતી…


સમાજમાં સામાન્ય રીતે પિતા વિનાની દીકરીના લગ્ન સમયે પિતાની ખોટ સૌથી વધુ સાલતી હોય છે. આ સંવેદનશીલ બાબતને ધ્યાનમાં રાખીને મારવેલ ગ્રુપે માત્ર ભૌતિક કરિયાવર જ નથી આપ્યો, પરંતુ દીકરીઓને એવો આત્મવિશ્વાસ પણ અપાવ્યો છે કે તેઓ સમાજમાં ક્યારેય અસહાય નથી. આ માનવતાવાદી સેવાકાર્યનો લાભ વાંકાનેર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની દીકરીઓને મળ્યો છે.


વાંકાનેર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં રાત-દિવસ કાર્યરત મારવેલ ગ્રુપના ઉત્સાહી સભ્યો અને ઉદાર મનના સખી દાતાઓના આર્થિક તેમજ નૈતિક સહયોગથી આ ભગીરથ કાર્ય સફળ બન્યું છે. આ સાથે જ ગ્રુપે ભવિષ્યમાં પણ કોઈ યતીમ કે અસહાય દીકરી પોતાના લગ્ન જેવા આંગણના પ્રસંગે મજબૂર ન અનુભવે તે માટે આ સેવાકીય યજ્ઞ સતત ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


