Wednesday, September 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના નવાપરા ખડીપરામાં યુવાનનો આપઘાત, અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર શહેરના નવાપરા ખડીપરામાં યુવાનનો આપઘાત, અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રહેતા એક ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ દિલીપભાઈ ગોહિલ (ઉંમર વર્ષ ૨૬) નામના યુવાને ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ભર યુવાનીમાં યુવાને આવું અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

    બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!