આગામી ઓગસ્ટ મહિનામાં વાંકાનેર ખાતે યોજાશે Look and Learn બ્યુટી સેમિનાર…: મહિલાઓ માટે સેમિનારમાં જોડાવાની સુવર્ણ તક….
વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ વખત બ્યુટી અને ફેશન ક્ષેત્રે એક અનોખા અને ભવ્ય સેમિનારનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં આગામી ઓગસ્ટ મહિનામાં વાંકાનેર ખાતે સ્થાનિક મહિલાઓ અને બ્યુટી આર્ટિસ્ટ્સ માટે ખાસ ‘Look and Learn’ બ્યુટી સેમિનાર તેમજ વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં મુખ્ય આકર્ષણ ગુજરાતી સિનેમાની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી મમતા સોનીની ખાસ ઉપસ્થિતિ રહેશે….

બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓ, યંગ આર્ટિસ્ટ્સ અને ફેશન પ્રેમી યુવતીઓ માટે આ સેમિનાર પોતાની કળા નિખારવાની અને નવું શીખવાની એક સુવર્ણ તક પૂરી પાડશે. આ સેમિનાર કમ સ્પર્ધામાં મેકઅપ અને ફેશન ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને નવીનતમ ટેકનિક્સ વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે…

આ સાથે જ સ્થાનિક કલાકારો પોતાની સુષુપ્ત શક્તિઓ દર્શાવી શકે તે માટે મહેંદી, નેઈલ આર્ટ અને મેકઅપ કોમ્પીટીશનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતાઓ તથા ભાગ લેનાર દરેક સ્પર્ધકને ગુજરાતી સ્ટાર મમતા સોનીના હસ્તે આકર્ષક ઈનામો અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે….

લિમિટેડ સીટ હોવાથી રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે સંપર્ક કરો….
રૂબીબેન પઠાણ
Mo. 90337 86923
અમી ખાન
Mo. 78199 44441



