Tuesday, September 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : અમરસર-મિતાણા માર્ગ પર સત્વરે ડામરકામ કરી રસ્તો પહોળો અંગે કરવા...

    વાંકાનેર : અમરસર-મિતાણા માર્ગ પર સત્વરે ડામરકામ કરી રસ્તો પહોળો અંગે કરવા ગ્રામ પંચાયતોની તંત્ર સમક્ષ રજૂઆત….

    સાંસદ સભ્ય દ્વારા ગ્રામ પંચાયતોની રજુઆત અનુસંધાને મુખ્યમંત્રીને સત્વરે કામગીરી કરવા ભલામણ કરાઈ….

    વાંકાનેર તાલુકાના અમરસરથી મિતાણા સુધીના અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગની બિસ્માર હાલત સુધારવા તેમજ રસ્તો પહોળો કરવા અંગે માર્ગ પર આવતી વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા તંત્રને સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોની આ સમસ્યાને વાચા આપતા રાજ્યસભાના સાંસદ દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રીને સત્વરે યોગ્ય કામગીરી કરવા ભલામણ કરવામાં આવી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વર્તમાન ચોમાસાની સીઝનમાં ભારે વરસાદને પગલે વાંકાનેરના અમરસર-મિતાણા મુખ્ય માર્ગ પર મસમોટા ગાબડાં પડી ગયા હોય, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રસ્તાની અતિ બિસ્માર હાલતને પગલે તંત્ર દ્વારા તાજેતરમાં કામચલાઉ ધોરણે માટી પુરાણ અને લેવલિંગની કામગીરી કરવામાં આવી છે. પરંતુ આ મુખ્ય માર્ગ પરથી મોટા પ્રમાણમાં વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી કાયમી ઉકેલની માંગ ઉઠી છે….

    આ માર્ગ અમરસર, પાંચદ્વારકા, પ્રતાપગઢ, અરણીટીંબા, પીપળીયા રાજ અને વાલાસણ સહિતના આસપાસના ગામોના ખેડૂતો, સ્થાનિકો અને વાહનચાલકો માટે રોજિંદી અવરજવર માટે અત્યંત મહત્વનો છે. આથી, આ તમામ ગામોની ગ્રામ પંચાયતોએ એકજૂથ થઈને તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી છે કે, આ રોડ પર લેવલિંગની કામગીરી બાદ હવે સત્વરે ગુણવત્તાયુક્ત ડામરકામ કરવામાં આવે.

    વધુમાં, ટ્રાફિકના ભારણ અને વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને રસ્તાની બંને બાજુએ એક-એક મીટર જેટલી પહોળાઈ વધારવામાં આવે તેવી પણ પ્રબળ માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોની આ વ્યાજબી અને જનહિતલક્ષી રજૂઆતને ધ્યાને લઈને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને આ માર્ગનું ડામરીકરણ અને વિસ્તરણનું કામ સત્વરે હાથ ધરવા માટે ભલામણ કરી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!