
વાંકાનેર પંથકમાં પોલીસે જુગારની બદીને ડામવા માટે સઘન ચેકિંગ અને કડક કાર્યવાહીના ભાગરૂપે વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડીને વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


પ્રથમ બનાવની વિગત મુજબ, વાંકાનેર સીટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન નવાપરા પેટ્રોલપંપની પાછળના ભાગે દરોડો પાડી જાહેરમાં ‘કલ્યાણ ઓપન’ નામના વરલી ફીચરના આંકડા લખીને જુગાર રમી રહેલા મનોજ બાબુભાઈ કેરવાડીયા (ઉ.વ. ૪૨, રહે. નવાપરા, વાંકાનેર) નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો….

જ્યારે બીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસે આણંદપરથી પાડધરા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી પરથી કાર્યવાહી કરી ‘મિલન નાઈટ’ નામના વરલી ફીચરના આંકડા પર જુગાર રમતા જયેશ હરગોવિંદભાઈ કુકડીયા (ઉ.વ. ૩૫, રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર) ને પોલીસે પકડી પાડ્યો હતો.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




