

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના વતની અને હાલમાં ભાટિયા સોસાયટી ખાતે સ્થિત લુહાર જ્ઞાતિના પીઢ અગ્રણી તથા પ્રતિષ્ઠિત ખીજડીયા વાળા એગ્રીકલ્ચરના ઓનર બળવંતભાઈ, મનીષભાઈ અને હર્ષદભાઈ (પ્રમુખ, સમસ્ત લુહાર સમાજ સિંહસ્થ સેના-ગુજરાત પ્રદેશ)ના પિતા પોપટભાઈ જાદવજીભાઈ ગોહેલનું ગઈકાલે ૯૧ વર્ષની જૈફ ઉંમરે અવસાન થયું છે, જેથી સદ્ગત નું બેસણું આવતીકાલ ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિની વાડી (નેશનલ હાઇવે) ખાતે રાખવામાં આવેલ છે….






