ગત સોમવારે જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી પટેલ મીત સમગ્ર બોર્ડમાં પ્રથમ આવેલ તથા 12 કોમર્સના બોર્ડના પરિણામમાં પણ 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી દોશી કથન બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવેલ, તેવી જ રીતે આજે જાહેર થયેલા ધોરણ 10 બોર્ડના પરિણામમાં પણ જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીનીએ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક 97.67% અને 99.95 PR સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે…
જ્ઞાનગંગા સ્કૂલે માત્ર પ્રથમ ક્રમાંક જ નહીં પરંતુ દ્વિતીય ક્રમાંક પર પણ જ્ઞાનગંગા સ્કૂલનો જ વિદ્યાર્થી બાબરીયા ધ્રુવ ઉમેશભાઈ 97.50% અને 99.93 PR સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. માર્ચ 2015 થી માર્ચ 2025 એમ સતત 11 મી વખત જ્ઞાનગંગા સ્કૂલ ધોરણ 10 બોર્ડના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવેલ છે. આથી જ જ્ઞાનગંગા સ્કૂલ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં NO. 1 સ્કૂલ છે…
ધોરણ 11 સાયન્સ અને કોમર્સ ગુજરાતી માધ્યમ તથા ઇંગ્લિશ મિડિયમમાં પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેમને તાત્કાલિક પોતાનો પ્રવેશ મેળવી લેવો….