મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ, સૌથી ઓછું ચરાડવા કેન્દ્રનું 81.84% પરીણામ….
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે. 89.29 ટકા સાથે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરિણામ અને 72.55 ટકા સાથે ખેડા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ નોંધાયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં ધોરણ 10માં મોરબી જિલ્લાનું 88.78 ટકા પરિણામ આવ્યું છે…
મોરબી જિલ્લામાંથી કૂલ 12,128 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 10,767 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મોરબી જિલ્લાના પરિણામની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.79% અને હળવદના ચરાડવા કેન્દ્રનું સૌથી ઓછુ 81.84% પરિણામ આવ્યું છે….
મોરબી જિલ્લાના પરિણામની વિગતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1