નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત વાંકાનેર પંથકના ખેડૂતો માટે બમણો આનંદ લઈને આવી છે. વાંકાનેરમાં છેલ્લા 23 વર્ષથી ખેડૂતોની અવિરત સેવામાં કાર્યરત એવી પ્રતિષ્ઠિત વિકાસ એજન્સી ખાતે બીજા નોરતે જ એકસાથે 11 સોનાલીકા ટ્રેક્ટરની રેકોર્ડબ્રેક ડિલિવરી કરવામાં આવી છે. વાંકાનેર પંથકના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ એજન્સી દ્વારા એકસાથે આટલા બધા ટ્રેક્ટરો ખેડૂતોને અર્પણ કરવામાં આવ્યા હોય….

છેલ્લા ૩૦ વર્ષથી દેશભરના ૨૦ લાખથી વધુ ખેડૂતોનો અતૂટ વિશ્વાસ જીતનાર સોનાલીકા કંપનીના ટ્રેક્ટરની ખરીદી પર ખેડૂતોએ નવરાત્રિ તહેવાર દરમિયાન શાનદાર ‘ડબલ ધમાકા ઓફર’નો લાભ ઉઠાવ્યો હતો. આ શાનદાર અવસરે વાંકાનેર પંથકના ખેડૂતોની વિશેષ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સોનાલીકા કંપની દ્વારા ખાસ ટ્રેક્ટરની ‘ગોલ્ડ સિરીઝ’ પણ લોન્ચ કરવામાં આવી છે, જેને ખેડૂતો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

આધુનિક ખેતી માટે સોનાલીકા જ કેમ?
સમગ્ર વિશ્વમાં નંબર-૧ એક્સપોર્ટ ટ્રેક્ટર કંપનીનો તાજ ધરાવતી સોનાલીકા કંપની આધુનિક ખેતી માટે આધુનિક ટ્રેક્ટરો બનાવે છે, જેમાં સોનાલીકા ટ્રેક્ટરમાં લેટેસ્ટ 5G હાઇડ્રોલિક સુવિધા, 18 HP થી લઈને 90 HP સુધીની વિશાળ અને એકદમ આરામદાયક રેન્જ ઉપલબ્ધ મળે છે. તહેવારોની આ સિઝનમાં નવા ટ્રેક્ટરની ખરીદી કરી આધુનિક ખેતી તરફ ડગ માંડવા ઈચ્છતા ખેડૂત મિત્રો માટે આ એક સુવર્ણ તક છે…



