Friday, November 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં પૈસાની લેતીદેતીમાં યુવાન પર હુમલો ; ચંદ્રપુર નાલા પાસે ફિલ્મી ઢબે...

    વાંકાનેરમાં પૈસાની લેતીદેતીમાં યુવાન પર હુમલો ; ચંદ્રપુર નાલા પાસે ફિલ્મી ઢબે બે કાર ભટકાડી, કાચની બાટલીઓ ફોડી સ્વીફ્ટમાં તોડફોડ….

    વઘાસીયા ટોલનાકા પાસે ઓફિસમાં ઘૂસી બે શખ્સોએ ધોકા-પાઈપ વડે માર મારી બાદ ચંદ્રપુર નાલા પાસે ધમાલ મચાવી….

    વાંકાનેરમાં જૂની મિત્રતામાં પૈસાની લેતીદેતીના મામલે એક ૧૯ વર્ષીય યુવાન પર ફિલ્મ ઢબે હુમલો અને રસ્તામાં કારને ઘેરીને તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવાને વાંકાનેર અને રાજકોટના બે શખ્સો વિરુદ્ધ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા ફરહાનભાઈ ફારૂકભાઈ બ્લોચ (ઉં.વ. ૧૯)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ગત તા. ૨૫ ના રોજ સાંજ વઘાસીયા ટોલનાકા પાસે આવેલી અલીફ રોડલાઇન્સ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ પર હોય દરમિયાન પૈસાની લેતીદેતી મામલે ફરીયાદી ફરહાનનો જૂનો મિત્ર આરોપી અલાઉદ્દીન અલ્તાફભાઈ સમા (રહે. દરબારી સોસાયટી, ચન્દ્રપુર, તા. વાંકાનેર) અને મીરખાન દલ (રહે. ભીસ્તીવાડ, રાજકોટ) ઓફિસમાં આવી પૈસાની ઉઘરાણી કરી ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ધોકા અને પાઈપ વડે આડેધડ માર મારી નાસી ગયા હતા.

    આ બનાવના બીજા દિવસે સાંજે ફરીયાદી તેના શેઠની સ્વીફ્ટ કાર લઈને મિત્રો સાથે સાંજે ઘરે પરત ફરી રહ્યા હોય દરમિયાન ચંદ્રપુર નાલા પાસે પહોંચતા સામેથી નંબર પ્લેટ વગરની કાળા કલરની સ્કોર્પિયો અને કાળા કલરની સ્વીફ્ટ કાર ધસી આવી હતી અને સ્કોર્પિયો ચાલક મીરખાને પોતાની કાર ફરીયાદીની સ્વીફ્ટના આગળના ભાગે તથા સ્વિફ્ટ કાર ચાલક અલાઉદ્દીને તેની કાર પાછળના ભાગે ભટકાડી હતી. ત્યારબાદ બંને આરોપીઓ નીચે ઉતરી ફરહાનની સ્વીફ્ટ કાર પર ધોકા તથા કાચની બોટલોના ઘા કરી હુમલો કરી નાસી છુટ્યા હતા. જે બાદ હાલ આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!