નિવૃત્ત આર્મીમેન દ્વારા ઉમેદવારોને ગ્રાઉન્ડની તમામ તૈયારીઓ માટે ટ્રેનિંગ એકેડેમી શરૂ કરાશે, રજીસ્ટ્રેશન માટે આપની વિગતો WhatsApp કરવાની રહેશે….
વાંકાનેર વિસ્તારમાં વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ફિઝિકલ ગ્રાઉન્ડની પુર્વ તૈયારીઓ માટે બે નિવૃત્ત આર્મીમેન દ્વારા જયહિન્દ ફિઝિકલ એકેડેમી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એકેડેમી દ્વારા આગામી પોલીસ વિભાગ, આર્મી, ફોરેસ્ટ, કમાન્ડો સહિતની ભરતી માટે લેડિઝ તથા જેન્ટ્સ બંને ઉમેદવારોને ફિઝિકલ ગ્રાઉન્ડની તમામ તૈયારીઓ કરાવવામાં આવશે….
વાંકાનેર વિસ્તારમાં કોન્સ્ટેબલ, પીએસઆઇ સહિતની તૈયારીઓ કરતાં ઉમેદવારોએ માટે સ્પેશ્યલ બેંચ શરૂ કરવાની હોય, જેથી આ એકેડેમીમાં જોડાઇ ફિઝિકલ ગ્રાઉન્ડની તૈયાર કરવા ઇચ્છતા ઉમેદવારોએ આગામી તા. ૩૦ એપ્રિલ સુધીમાં નીચે આપેલ નંબર પર નામ, સરનામું, સંપર્ક સહિત પોતાની તમામ વિગતો WhatsApp કરવાની રહેશે, જે બાદ સાથે મળી ઉમેદવારોની સગવડતા મુજબ બેંચનો શુભારંભ કરવામાં આવશે….