
વાંકાનેર તાલુકાના ભલગામમાં છેલ્લા ઘણા સમયથી ૧૦૦ વારના મફત પ્લોટની ફાળવણી ન થતાં સ્થાનિક ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આખરે કંટાળેલા ગ્રામજનોએ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી (TDO)ને રૂબરૂ મળીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, ભલગામના જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતા અરજદારો દ્વારા ૧૦૦ વારના પ્લોટ મેળવવા માટે વર્ષ ૨૦૨૨ થી અલગ-અલગ સ્તરે વહીવટી લડત ચલાવવામાં આવી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તેઓ તમામ નિયમો મુજબ પ્લોટ મેળવવા માટે લાયક ધરાવે છે, છતાં તંત્રની ઉદાસીનતાને કારણે તેઓને આજ દિન સુધી પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. અરજદારોએ અગાઉ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી હોય છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં અંતે તેમણે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી દરમ્યાનગીરીની માંગ કરી હતી…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



