ક્ષત્રિય સમાજના સમર્થનમાં વિવિધ ગામોમાં ગ્રામજનો દ્વારા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધના સૂરથી રાજકારણ ગરમાયું….
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીના કારણે સમગ્ર ગુજરાતમાં તેમની સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે, ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકોટ બેઠક પર રાજકારણ ગળમાઈ રહ્યું છે, જેમાં વાંકાનેર તાલુકાના અલગ અલગ છથી વધારે ગામોમાં ભાજપ તેઓ માટે ગ્રામજનો દ્વારા પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના કણકોટ, કલાવડી, લુણસરીયા, ઘીયાવડ, ઇશ્વરીયા નેશ, અગાભી પીપળીયા સહિતના ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તથા ભાજપ નેતાઓ માટે ચુંટણી પ્રચાર અંગે પ્રવેશબંધી જાહેર કરી રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરવામાં આવી છે. આ સાથે જ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપના કાર્યકરો અને ઉમેદવારોને પ્રચાર માટે ગામમાં પ્રવેશબંધીની જાહેરાત સાથે વાંકાનેર વિસ્તારના ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે….
ઉપરોક્ત તમામ ગામોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ગ્રામજનો સાથે બેઠકો યોજી અને આ તમામ ગામોમાં ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવી સાથે જ રૂપાલા વિરુદ્ધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેનાથી વાંકાનેરના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp