
મોરબી એલ.સી.બી. ટીમે વાંકાનેર પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે….


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ નોંધાયેલ બે ગુનામાં આરોપી હરેશભાઈ ઢેભભાઈ ખાચર (ઉ.વ. ૩૨) છેલ્લા ૨ વર્ષથી પોલીસ પકડથી દુર નાસતો ફરતો હોય, ત્યારે મોરબી એલ.સી.બી. ટીમ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નશીલ હોય દરમિયાન ખાનગી બાતમીને આધારે પોલીસે આરોપી હરેશભાઈ ખાચરને તેવા વતન સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામણા ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





