
વાંકાનેર તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકો સાથે થતા અકસ્માતોની હારમાળામાં વધુ એક દુઃખદ ઘટનાનો ઉમેરો થયો છે, જેમાં વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા એક સિરામિક કારખાનામાં પહેલા માળે સેન્ટીંગનું કામ કરી રહેલા એક યુવાનનું નીચે પટકાતા મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે….


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મોરબી ખાતે આવેલી બુટાની વાડીમાં રહેતા અને મજૂરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર (ઉંમર વર્ષ ૩૯) વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ મોટો સ્ટોન નામના કારખાનામાં પહેલા માળે સેન્ટીંગનું કામ કરી રહ્યા હોય દરમ્યાન અકસ્માતે પહેલા માળેથી સીધા જમીન પર પટકાયા શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….




