Tuesday, May 13, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક યુવકને ફોનમાં ધમકી આપી માર મારતાં ફરિયાદ નોંધાઈ....

    વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક યુવકને ફોનમાં ધમકી આપી માર મારતાં ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક ઉભેલા યુવાન પાસે આવી ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી બે શખ્સોએ યુવાનને માર મારતાં બાબતે યુવાને ત્રણ શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી કાળુભાઇ મોગલ, અકબર ફકીર અને એક અજાણ્યા શખ્સે સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક ઉભા હોય ત્યારે એક આરોપીએ ફરિયાદીને ફોનમાં ગાળો આપી બાદમાં આરોપી અકબર ફકીર અને અન્ય એક અજાણ્યા શખ્સએ ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!