વાંકાનેર તાલુકાના લીંબાળા ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા અને વાંકાનેર વિધાનસભા કોંગ્રેસના પ્રમુખ આબીદભાઈ શેરસીયા (ગઢવાળા)નો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે વાંકાનેર શહેર અને તાલુકાના વિવિધ વર્ગો, રાજકીય અગ્રણીઓ અને શુભેચ્છકો તરફથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે…

ગ્રેજ્યુએટ (B.A.) સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અને ખેતી તેમજ જમીનના વ્યવસાય સાથે જોડાયેલા આબીદભાઈએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ‘યુવક કોંગ્રેસ’ના એક સામાન્ય કાર્યકર તરીકે કરી હતી. તેમની મહેનત, નિષ્ઠા અને કાર્યશૈલીને ધ્યાને રાખી પક્ષ દ્વારા તેમને વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ‘ધી પીર કાસિમઅલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટ – વાંકાનેર’ માં ડિરેક્ટર તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે…

આબીદભાઈ શેરસીયાએ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, યુવાનો, ગરીબ તેમજ પછાત વર્ગના પ્રશ્નોને વાચા આપવા માટે સતત લડત આપી છે. વાંકાનેર કોંગ્રેસ સમિતિને સંગઠિત અને મજબૂત બનાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.
તેમના સરળ સ્વભાવ અને લોકભિમુખ કાર્યોના પરિણામે તેમણે સમાજના તમામ વર્ગોમાં ભારે લોકચાહના મેળવી છે. આજે તેમના જન્મદિવસે વાંકાનેર સહિત મોરબી જિલ્લાભરમાંથી તેમને મો. 97148 99357 તથા સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી આબીદ ગઢવારાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



