
વાંકાનેર તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય દરમ્યાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે ભલગામ ગામની સીમમાં સ્મશાન પાસે જુગારનો દરોડો પાડી ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ૧). વસુભાઈ રઘુભાઈ ભાલીયા (રહે.ભલગામ), ૨). લાખાભાઈ મનુભાઈ મેવાળા (રહે.મેસરીયા),
૩). નિલેશભાઈ દેવજીભાઈ કારડીયા (રહે.૨૫ વારીયા ક્વાટર, કોઠારીયા સોલવટ, રાજકોટ) અને ૪). સુરેશભાઈ રાજુભાઈ પરમાર (રહે.મેસરીયા)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૩,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કમાન સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ ડી. વી. ખાંભલા, એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા, સતિષભાઈ કમોયા, હેડ કો. દિનેશભાઈ બાવળીયા, કો. રાજેશભાઇ પલાણી, શક્તિસિંહ પરમાર, હિનલબેન બાવળીયા સહીતના જોડાયા હતા….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



