વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના જાણીતા સામાજિક તથા રાજકીય અગ્રણી યાકુબભાઈ ઉર્ફે સંજરભાઈ શેરસીયા આજે પોતાના જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના બહોળા મિત્રમંડળ અને સ્નેહીજનો દ્વારા તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે….

સંજરભાઈ છેલ્લા ૨૬ વર્ષથી વાંકાનેર વિસ્તારમાં સંજર મોટર રીવાઇડીંગ નામની પેઢી સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. તેઓ સબમર્શીબલ ઉદ્યોગ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને ફ્લોટેક તથા વેલટોરા જેવી પ્રખ્યાત સબમર્શીબલ મોટરની ડીલરશીપ ધરાવે છે. આ ઉપરાંત, તેઓ રોટેક કંપનીના એચડીઇપી (HDPE) પાઇપ તેમજ આશીર્વાદ અને ડ્યુક કંપનીના કોલમ પાઈપના અધિકૃત ડીલર તરીકે પણ બહોળો ગ્રાહકવર્ગ ધરાવે છે.

પોતાના વ્યવસાયની સાથે સાથે સંજરભાઈ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ સક્રિય અને મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. તેઓ અગાઉ ચંદ્રપુર ગ્રામ પંચાયતના સદસ્ય તથા તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી ચુક્યા છે. ગ્રામજનોના પ્રશ્નો હલ કરવાની તેમની તત્પરતા અને મિલનસાર સ્વભાવના કારણે તેઓ ભારે લોકચાહના ધરાવે છે.

આજે તેમના જન્મદિવસના શુભ અવસરે તેમના મોબાઈલ નંબર 98255 98952 પર સવારથી જ શુભેચ્છકો, રાજકીય આગેવાનો અને સ્નેહીજનો દ્વારા ફોન તથા મેસેજના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સંજરભાઈ શેરસીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ… 💐💐💐





