Sunday, September 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : બેલાની ખાણમાં વીજશોક લાગતા શ્રમિક પાણીમાં ખાબક્યો, ડૂબી જવાથી મોત....

    વાંકાનેર : બેલાની ખાણમાં વીજશોક લાગતા શ્રમિક પાણીમાં ખાબક્યો, ડૂબી જવાથી મોત….

    વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિકનું વીજશોક લાગ્યા બાદ ઊંડી પાણી ભરેલી ખાણમાં ખાબકતા ડુબી જવાથી કરૂણ મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલી રામભાઈની બેલાની ખાણમાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના વતની સુનિલકુમાર જગતનારાયણ બિંદ ખાણમાં હેલોજન લાઈટના વાયરના છેડા જોડી રહ્યા હોય દરમિયાન અચાનક જ સુનિલકુમારને જોરદાર વીજશોક (કરંટ) લાગ્યો હતો. કરંટનો ઝટકો એટલો ભારે હતો કે તેઓ હવામાં ફંગોળાઈને બાજુમાં આવેલ પાણીથી ભરેલી ઊંડી ખાડ (ખાણ)માં જઈ પડ્યા હતા. ઊંડા પાણીમાં ગરકાવ થતા ડૂબી જવાથી તેમનું કરુણ મોત નીપજ્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!